Microfiction Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Microfiction bites

#થિંગડું #વાર્તા #માઈક્રોફિકશન #ગરીબ #શ્રીમંત #microfiction #shortstory

ગુજરાતી માઈક્રોફિકશન વાર્તા :

'થિંગડું'

સરકારી એડવોકેટ એવા મિતુલ ચંદા ના ભવ્ય બંગ્લા માં પોતે, પત્ની, પુત્ર વ્યોમ, અને વૃદ્ધ વિધવા માઁ આટલા સભ્યો રહેતા.

વ્યોમ કોલેજ માં ભણતો. પણ ભણવા કરતા ફેશન વધુ કરે. બુલેટ ની સાથે રોજ નતનવીન અલગ કપડાં અને ગોગલ્સ થી ઠાઠ વ્યોમ ની પાછળ છોકરીઓ આકર્ષાતી.

એક દિવસ વ્યોમ કોલેજ જવા પોતાના રૂમ માંથી નીચે હોલ માં ઉતર્યો તો બા ને તેના કપડાં માં કૈંક અલગ દેખાયું.

"એ વ્યોમડાં.. આ તારા રાતા (લાલ) બુશર્ટ માં કોણીએ ધોરા (સફેદ) રંગ નું અલગ લૂગડું (કપડું) કેમ સિયવું...?? બુશર્ટ ફાટી ગયો હોઈ તો એ જ રંગ નું લૂગડું મરાય ને...!!"  બા બોલ્યા.

" અરે દાદી !.. લૂગડું નથી આ...!!
આ તો ફેશન છે ફેશન..!" વ્યોમ સ્ટાઇલ માં બોલ્યો.

બા બોલ્યા....

" માડી રે ! શુ જમાનો આવ્યો છે..!

અમારા વખત માં પૈસા નહોતા (ગરીબ) એટલે થિંગડું (પરિસ્થિતિ માટે ) મારતા અને હવે...  હવે રૂપિયા છે (શ્રીમંત) એટલે થિંગડું (ફેશન માટે) મારે...!!"

#માઈક્રોફિકશન #લઘુવાર્તા #સાધુ #સમસ્યા #ગુજરાતી #microfiction #વાર્તા #નેહલ

ગુજરાતી માઈક્રોફિકશન વાર્તા : 'સમસ્યા'

આશ્રમ બહાર લાંબી મોટી લાઈન માં 4 કલાક રાહ જોઈ અંતે M.A.Bed શિક્ષિત જીગર સાધુ પાસે પહોંચ્યો. પોતાના પ્રોબ્લેમ ની વાત કરી. સાધુએ એક કાગળ આપ્યો. કહ્યું કે ઘરે જઈ ને  ખોલજે.

ઘરે જઈ ને કાગળ ખોલ્યો..  લખ્યું હતું કે

" શરત નું ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે. જો અમલ નહિ કરો તો સમસ્યા દૂર નહિ થાય. તમારી સમસ્યા માટે આ એક જ ઉપાય છે.

1. તમારો પ્રોબ્લેમ બહાર કોઈ ને કહેશો નહીં.

2. તમારા માં રહેલી તાકાત નો ઉપયોગ કરી પ્રોબ્લેમ ને દૂર કરવાની કોશિશ કરો.

3.જો દૂર ના થાય તો ચિંતા ન કરશો. ભગવાને તેના માટે બીજો રસ્તો મુક્યો જ હશે.

4. સતત વિચારતા રહો કે તમે ખુશ, ચિંતા મુક્ત છો અને કોઈ જ સમસ્યા નથી.

5.બીજા લોકો ને કહો કે હવે તમારે કોઈ જ સમસ્યા નથી."


સાધુ બધા ને આ એક જ ચિઠ્ઠી આપતાં અને પછી લોકો કેહતા કે અમારી સમસ્યા તો 'સાધુ' એ જ દૂર કરી.

#Microfiction .
please Tell your self ,which step have you reached till now?