#થિંગડું #વાર્તા #માઈક્રોફિકશન #ગરીબ #શ્રીમંત #microfiction #shortstory
ગુજરાતી માઈક્રોફિકશન વાર્તા :
'થિંગડું'
સરકારી એડવોકેટ એવા મિતુલ ચંદા ના ભવ્ય બંગ્લા માં પોતે, પત્ની, પુત્ર વ્યોમ, અને વૃદ્ધ વિધવા માઁ આટલા સભ્યો રહેતા.
વ્યોમ કોલેજ માં ભણતો. પણ ભણવા કરતા ફેશન વધુ કરે. બુલેટ ની સાથે રોજ નતનવીન અલગ કપડાં અને ગોગલ્સ થી ઠાઠ વ્યોમ ની પાછળ છોકરીઓ આકર્ષાતી.
એક દિવસ વ્યોમ કોલેજ જવા પોતાના રૂમ માંથી નીચે હોલ માં ઉતર્યો તો બા ને તેના કપડાં માં કૈંક અલગ દેખાયું.
"એ વ્યોમડાં.. આ તારા રાતા (લાલ) બુશર્ટ માં કોણીએ ધોરા (સફેદ) રંગ નું અલગ લૂગડું (કપડું) કેમ સિયવું...?? બુશર્ટ ફાટી ગયો હોઈ તો એ જ રંગ નું લૂગડું મરાય ને...!!" બા બોલ્યા.
" અરે દાદી !.. લૂગડું નથી આ...!!
આ તો ફેશન છે ફેશન..!" વ્યોમ સ્ટાઇલ માં બોલ્યો.
બા બોલ્યા....
" માડી રે ! શુ જમાનો આવ્યો છે..!
અમારા વખત માં પૈસા નહોતા (ગરીબ) એટલે થિંગડું (પરિસ્થિતિ માટે ) મારતા અને હવે... હવે રૂપિયા છે (શ્રીમંત) એટલે થિંગડું (ફેશન માટે) મારે...!!"