#માઈક્રોફિકશન #લઘુવાર્તા #સાધુ #સમસ્યા #ગુજરાતી #microfiction #વાર્તા #નેહલ
ગુજરાતી માઈક્રોફિકશન વાર્તા : 'સમસ્યા'
આશ્રમ બહાર લાંબી મોટી લાઈન માં 4 કલાક રાહ જોઈ અંતે M.A.Bed શિક્ષિત જીગર સાધુ પાસે પહોંચ્યો. પોતાના પ્રોબ્લેમ ની વાત કરી. સાધુએ એક કાગળ આપ્યો. કહ્યું કે ઘરે જઈ ને ખોલજે.
ઘરે જઈ ને કાગળ ખોલ્યો.. લખ્યું હતું કે
" શરત નું ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે. જો અમલ નહિ કરો તો સમસ્યા દૂર નહિ થાય. તમારી સમસ્યા માટે આ એક જ ઉપાય છે.
1. તમારો પ્રોબ્લેમ બહાર કોઈ ને કહેશો નહીં.
2. તમારા માં રહેલી તાકાત નો ઉપયોગ કરી પ્રોબ્લેમ ને દૂર કરવાની કોશિશ કરો.
3.જો દૂર ના થાય તો ચિંતા ન કરશો. ભગવાને તેના માટે બીજો રસ્તો મુક્યો જ હશે.
4. સતત વિચારતા રહો કે તમે ખુશ, ચિંતા મુક્ત છો અને કોઈ જ સમસ્યા નથી.
5.બીજા લોકો ને કહો કે હવે તમારે કોઈ જ સમસ્યા નથી."
સાધુ બધા ને આ એક જ ચિઠ્ઠી આપતાં અને પછી લોકો કેહતા કે અમારી સમસ્યા તો 'સાધુ' એ જ દૂર કરી.