ખોળિયું...
રહ્યા શણગારતા રાત-દિન,
તોય ખોળિયું તે ખોળિયું !
શું ગરીબનું ને શું ધનવાનનું !
ભાઈ ખોળિયું તો ખોળિયું.
નાસમજને મન હાય હાય સદા,
સમજુને ! ખોળિયું એ ખોળિયું !
છોડ ભરમ માયાનો હવે ઓ મનવા
રહેતું આ ખોળિયું તો ખોળિયું !
ના તારું, ના મારું શાશ્વત,
અંતે ભળશે માટીમાંજ આ ખોળિયું !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.
#AJ #MATRUBHARTI #ખોળિયું