#AJ #MATRUBHARTI
**પ્રેમ નામનો વહેમ થઈ ગયો !*
નજરથી નજર મળી નેપ્રેમમાં પડ્યાનો ભરમ થઈ ગયો !
એનું મીઠું સ્મિત ભાળીને,ભરમનો અંદેશો પાક્કો થઈ ગયો !
ભાગતા રહ્યા નયન પછી એની આગળ પાછળ,
હવે, વિચારોમાં એના રાતનોય ઉજાગરો થઈ ગયો !
સવારના સૂરજનું પહેલા કિરણથી નિશા સુધી,
રાહ જોતા એમની એજ રસ્તામાં હું ઉભો થઇ ગયો !
એજ મીઠું હાસ્ય, કોમળ સુંદર કાયા કામણગારી,
આવતા જોઈ એમને ઘડીભર હું સ્તબ્ધ થઈ ગયો !
અરે...! અજનબી હાથમાં હાથ મારી પ્રિયેનો નિરખી,
નર્યું ગાંડપણ મારું, આ તો મનેય પ્રેમ નામનો વહેમ થઈ ગયો !
**મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*