#AJ #MATRUBHARTI #ડોસો
ડોસો...
જોને ડોસો પડ્યો છે ભોંયમાં,
મૂકીને એકલો મને કેવો સૂતો છે !
'ડોસી ઓ..ડોસી' કરતો બૂમો પાડતો,
ક્યાં પુરે હોંકારો, જો હવે મુંગો પડ્યો છે !
આખરી દા'ડાનો મારો સહારો,
રડાવી મુને કેમ આજ મૌન બન્યો છે !
ચાલને ડોસા ! શેની આ જીદે ચડ્યો,
થા ને ઉભો, કેમનો તું આમ કઠોર થયો છે !
દે ને ગાળ્યું , સાંભળવા હું બેઠી,
ગરજતો સાવજ, શેનો તું લાચાર થયો છે !
કોક તો જગાડો, કોક તો મનાવો ડોસાને,
મૂકીને એકલો મને જોને કેવો શાનથી સૂતો છે !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.