Emotions Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Emotions Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Emotions quote can lift spirits and rekindle determination. Emotions Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Emotions bites

પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ.

વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗


-
-
-
https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે!
આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને?
-
-
-
https://swatisjournal.com/gujarati-short-story-antar/
#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સૌરાષ્ટ્રમાં લોકોને આ મહાવરો 'મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!' બહુ છૂટ થી વાપરતા સાંભળ્યા છે મેં... પણ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો મનુષ્ય પોતે અને તેની અર્થહીન, અસીમિત ઈચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.. અપેક્ષાઓનું ભારણ ઉતારી દઈએ તો જીવન ખરેખર સરળ છે.. છે ને? 💁‍♀️

કવિતાનું ગુજરાતી થોડું ભારે લાગે તો, નીચે બધાના અર્થ આપ્યા છે.. મા ક્યારેક અલગ દેખાતી હોય તો, મુકીને નાસી થોડા જઈએ છીએ? બસ, એવું જ આ આપણી ગુજરાતી ભાષા થોડા અલગ અંદાજમાં છે એટલું જ..

કમેન્ટ કરી મને જણાવવાનું ચૂકશો નહીં ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/majboori-nu-biju-naam/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે 'કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં' જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે? 👧🧒
Please read, rate n comment on the post!
-
-
-
https://swatisjournal.com/guj-aavi-pariksha-ni-season.../
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

લાગણીઓનું વેલ જેવું છે; ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.... 🌿💝
કવિતા વિશે આપનો મત મને જણાવવાનું ચૂકશો નહીં.. ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️
અને હા, સ્વજનો સાથે શેયર કરશો ને? 😇🙏
-
-
-
https://swatisjournal.com/e-tu-chhe/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

મનથી ક્યાંક જોડાઈએ અને એ સંબંધ જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને? 🌹💁‍♀️🥀

આપનાં પ્રતિભાવ હંમેશની માફક આવકાર્ય છે... તો, પરત લખશો જરૂર... ✍️ 🙏
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

સામાજિક રીતે સ્વીકાર્ય ન બની શકતા સંબંધો ઉભા બળી જતાં પાક જેવા હોય છે, જેમાં તેની કાળજી કે જાળવણીમાં કોઈ ખામી નથી હોતી પણ, બસ સંજોગો જ વિપરીત બની જાય છે અને કંઈ નીપજી શકતું નથી. તો, આવા સંબંધોમાંથી કંઈ મેળવી શકવાની આશા રાખ્યા વિના એ જેમ અને જ્યાં હોય ત્યાં અને એવા જ છોડી દેવા એ યોગ્ય ઉપાય છે.... 😇

સહમત હો કે ન હો, મને લખીને જણાવશો ને? અને હા, પોસ્ટને ચાર ચાંદ લગાવતા ⭐️⭐️⭐️⭐️⭐️ આપવાનું ભૂલશો નહીં હો ને... ✍️🙏
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-em-karvanu-shane/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જેમ રોજની એક જ ઘરેડ અણગમાની લાગણી જન્માવે છે તેવી જ રીતે સુખ કે દુઃખ એકધારું રહે તો અકારું લાગે છે. જેમ, ભોજનમાં રુચિ જળવાય તે માટે બધા સ્વાદ હોવા જરૂરી છે તે જ રીતે, જીવનમાં સ્વાદ રહે તે માટે સુખ-દુઃખનું સંતુલિત સંયોજન ખુબ જરૂરી છે, છે ને? 🙃

કવિતા વાંચી કમેન્ટમાં ચોક્કસ લખજો કે આપ આ વિષયમાં શું વિચારો છો... સુખની સુખડી , દુઃખની ખીચડી કે પછી સુખ-દુઃખની ભેળ-પુરી શું ભાવે?? 😄
-
-
-

https://swatisjournal.com/gujarati-poetry-sukh-dukh-ane-aapne/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

દ્રશ્ય -શ્રાવ્ય મીડિયાની અસર કહો કે જે કંઈ પણ હોય, લોકો ધીમે ધીમે એવું માનતા થઇ ગયા છે કે, સંબંધમાં કોઈ અપેક્ષા રાખવી કે માગવું એ અયોગ્ય છે... પણ, મારા મતે તો આપણે વર્ષોથી સમજીએ-સમજાવીએ છીએ એ પ્રમાણે સંબંધ એટલે લેણ -દેણ, ઋણાનુબંધ, અરસ -પરસ અને એવું કંઈ કેટલુંયે... આપણે પોતાનાં ગણીએ તેમની પાસે જ કંઈ માગી શકીએ ને? હા, માગતી વખતે વિવેક અને સામેવાળા પાત્રની મર્યાદાનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે. બાકી, જેને પોતાનું માનીએ એ વ્યક્તિ પર બધું ન્યોછાવર કરવાનો જેટલો હક છે, આપણને તેની પાસે કંઈ માગી શકવાનો પણ તેટલો જ અધિકાર છે!

જ અમુક માગણીઓ અહીં પ્રસ્તુત છે... વાંચીને કહેજો કે, આ બધું મેળવી શકું કે નહીં?
-
-
-
https://swatisjournal.com/maagu-chhu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger