The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સામાન્ય રીતે સારું-નરસું એ દરેકનાં જીવનનો ક્રમ હોય જ છે અને તેમાં પોતાની જગ્યા કરી લઈ પોતાને માટે સારી પરિસ્થિતી સર્જવા માટે બધાએ મથતાં રહેવું પડે છે, મારા માટે એ “જીવન”ની વ્યાખ્યા છે. તમારી અલગ હોય શકે પરંતુ, કોઈ બીજાનાં (માનવ) જીવન વિશેનાં ખ્યાલોને આપણે સદ્ભાવનાનાં અંચળા હેઠળ વિક્ષિપ્ત ન કરીએ, તે માનવતા છે!! કોઈને તેમનાં વિશે કંઇ કહેવા કરતાં; તેઓ જે કહેવા માંગતા હોય એ સાંભળવું અને તે પણ કોઈ પ્રકારના અનુગ્રહ કે પૂર્વગ્રહ બાંધ્યા વિના, એ માણસ તરીકે બહુ મોટી સિધ્ધી કહેવાય... બરાબર ને? લેખ પર આપના અમૂલ્ય પ્રતિભાવો વિશેષ આવકાર્ય છે. 👇👇👇 https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k-na-kahie - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good Morning! 🌅 સારાંશ - જીવન 'મરીએ નહીં ત્યાં સુધી' રાહ જોવાનું માટે નહીં પણ, 'હારીએ નહીં ત્યાં સુધી' પ્રયત્ન કરતા રહેવા માટે છે... તો ચાલો, ફરીથી એક સૂર્યોદય થઇ ગયો છે, નવો પ્રયત્ન શરુ કરીએ? ⏳👩🔧👨🔧 વધુ વાંચવા માટે ચોક્કસ મુલાકાત લેશો ...👇👇👇 https://swatisjournal.com/daily-quotes-week-four-december-2020 - - - #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
'પ્રમાણભાન ' નામનો એક બહુ કિંમતી શબ્દ લગભગ લુપ્ત થવા જઈ રહ્યો હોય એવી હાલત છે આજના સમાજની! જ્ઞાનને નામે પુષ્કળ દ્રશ્ય - શ્રાવ્ય માહિતીનો અતિરેક લોકોને શું અને કેવું વિચારવા પ્રેરી શકે તેની કોઈ સીમા નથી રહી. વ્યક્તિ તરીકે અન્યોન્ય ભક્તિભાવ દાખવી તરબોળ થતું માણસ જ ક્યારે કોઈ ઝેરીલી માનસિકતાને આદર્શ ગણી તેને જીવનમાં ઉતારી લેશે તેનું કોઈ માપ કે ખાતરી રહ્યા નથી. લાગણીઓના પ્રદર્શનથી લઈને લાગણીઓના ખંડનની કોઈ હદ નક્કી કરવામાં હવે જાણે કશું બાધક બનતું નથી. વધુ વાર્તાઓ વાંચવા માટે નીચેની લિંક પર મુલાકાત લેશો.. 👇👇👇 https://swatisjournal.com/small-story-monthly-tiny-story-gujarati-stories-july-2023 પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏 - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good morning! 🌅 સારાંશ - અનંતકાળ સુધી ટકી રહેનારા સંબંધોની શરૂઆત હળવી આંચ સાથે થાય છે; સમયની પરીક્ષાના તાપે તપી આગળ વધતાં એ અણિશુદ્વ પાર પડી છેવટે, અવિગત હૂંફમાં પરિણમે છે. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Good evening! 🌇 સારાંશ - સંબંધો શોખથી બાંધેલા મકાન જેવા હોય છે. તેને પણ સતત જાળવણી, સમારકામ અને રીનોવેશનની જરૂર હોય છે. સંબંધો માત્ર બનાવીને આગળ વધી જઈ શકાતું નથી. તેના પર સતત કામ કર્યા કરવું પડે છે, જે તૂટે છે તેને જોડવું પડે છે. તેને સુંદર અને મજબૂત બનાવી રાખવા ખૂબ પ્રયત્નો કરવા પડે છે. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
"આંખથી લઈને હૃદય સુધી સાવ લુખ્ખો વગડો; રોકાશે ક્યારે આ ભીતર રણનું પ્રસરવાનું? અને સાથે જ, રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું? નવો આ કરતબ હવે લાગે છે શીખવો પડશે; અઘરું તો છે, લાગણીઓનાં સુકા પટ પર તરવાનું! પણ ક્યાં છે સરળ, આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું? લાગતું એવું કે તુજ વિણ સઘળું થંભી જાશે; પણ હોતું હશે કંઈ, આ હૃદય ક્યાં ભૂલે ધબકવાનું? એટલે આપણે તો, આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!" પૂર્ણ કવિતા વાંચવા માટે નીચેની લિંક પર મુલાકાત લેશો.. 👇👇👇 https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry રચના પર આપના વિચારો સદૈવ આવકાર્ય છે.✍️🙏 - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી. કવિતા પર આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ રહેશે . . 🫰👇👇👇 https://swatisjournal.com/guj-galati-chandra-ni-dhar - - - #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Good evening! 🌠 સારાંશ - તમે સાચું-ખોટું કંઈ પણ કરો અને તમારો ધર્મ જો તેને વ્યાજબી ઠેરવે તો ખાતરી રાખો કે એ ધર્મ તમારી પછીની પેઢીને ભરખી જશે.. સંતાનોને ધર્મ તરીકે માત્ર કટ્ટરતા શીખવવાને બદલે સાથે સારાસાર બુદ્ધિ મળે તેની પણ દરકાર રાખશો નહીંતર, તમે રોપેલી કટ્ટરતા આગળ વધારવા પાછળ કોઈ વધશે કે કેમ એ તમારે જ વિચારવું રહ્યું. - - - #dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
હવે, સૂક્ત એટલે ‘જે સારામાં સારી રીતે કહેવાયેલું છે એ!’ તો ચાલો, સ્ત્રીઓ વિશે હું જે અનુભવું છું એટલું સારામાં સારી રીતે કહેવાનો પ્રયત્ન કરી જોઉં. તમે પણ મારી જેમ જ આસપાસમાં “नाना रूपेण संस्थिता|” સ્ત્રીઓ જોઈ હશે પણ, તેમાં રહેલી વિવિધતા બાબતે ક્યારેય વિચાર કર્યો છે? એક નાનકડું વર્ગીકરણ જોઈએ. આ સમસ્ત ગ્રહ પર સ્ત્રીઓ કાળી, ગોરી, ઘઉંવર્ણી કે બીજા કોઈ પણ રંગની (તમને ખબર હોય તો જણાવશો!) કેમ ન હોય તેમને મોટાભાગે નીચેના વર્ગોમાં મૂકી શકાતી હોય છે એવું મારું માનવું છે.... 👇👇👇 https://swatisjournal.com/06-stree-sukta - - - #series #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
બિનશરતી પ્રેમમાં અસાધારણ શક્તિ હોય છે. મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન!💖✨ વાર્તા પર આપના વિચારો ચોક્કસ લખી જણાવશો..✍️🙏 👇👇👇 https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story... - - - #stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser