આવશે એક દિન તુ મળવા મને ,
એવી જ હરદમ ચાહ છે મને,
ઊભી રહી કતારમાં તારી રાહ જોઉ છું,
બસ એજ એક આશ છે આજ મને....
કેટલાય વિત્યા દિન અને કેટલીય વીતી રાત,
એની ક્યાં કઈ ભાન છે મને,
ઊભી રહી કતારમાં તારી રાહ જોઉ છું,
બસ એજ એક આશ છે આજ મને....
તરવરાટ તારા આવવાનો થાય છે મને,
ખળભળાટ તને ખોવાનો થાય છે મને,
ઊભી રહી કતારમાં તારી રાહ જોઉ છું,
બસ એજ એક આશ છે આજ મને....
રાજેશ્વરી
#કતાર