જીત પર હસતો રહ્યો ને હાર પર રડતો રહ્યો,
અલગારી જીવન ને તું કતાર પર રડતો રહ્યો.
બસ તું એ જ ધાર કે તને કોનો આધાર રહ્યો,
કોકના ઇકરાર કે ઇનકાર પર, તું રડતો રહ્યો.
ફૂલની શૈયાને અંગાર પથ ગણી રડતો રહ્યો,
જિંદાદિલ નથી તું હર મુસીબત પર રડતો રહ્યો.
પારસ બની પ્રેમ દીધો તે દાતાર પર રડતો રહ્યો,
મળ્યું ઘણું જીવનમાં રળિયાત વગર રડતો રહ્યો.
#કતાર