એક બપોર બેનડી મારી લાવી રુડુ રમકડુ એક, રમવાને સાટુ નાનકડા મારા બાળને,ચાવી ભરાવતા ડમડમ વગાડતુ ઢોલ એ હતુ સુંદર મજાનુ નાનકડુ સસલુ ચાવી ભરાવી રમાડ્યુ ખુબ એને સમી સાંજે રમાડી એ રમકડાંથી સુવડાવ્યુ જ્યારે પારણે રુડા બાળને થયુ મને છે કંઇ ફરક આ રમકડા કે માનવ કેરી જિંદગી માં લડી લડી થાકે ત્યારે હિંમતરુપી ચાવી ભરી ફરી ફરી રમાડે ઇશ્વર એ હશે જો માનવરુપી રમકડુ મજબુત જો થાકશે ખરાં પણ નહિ ટુટે મંજિલ આવી મળશે જરુર થી એક દિ કેમકે મંજિલ જોવડાવે વાટ જરુરથી પણ કદિ નહિ કરે નિરાશ

Gujarati Shayri by jadav hetal dahyalal : 149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now