અનુભવથી શીખાય તે ખરું.
ને વર્તનમાં જે દેખાય તે ખરું.
પોથીની વાત એક અભ્યાસ,
વ્યવહારમાં વણાય તે ખરું.
મિત્રો તો વખાણ પણ કરતા,
દુશ્મનથી વખાણાય તે ખરું.
ઉપદેશ આપવો સરળ ભલા,
આચરણમાં પરખાય તે ખરું.
સન્મુખ તો બધા જ સરાહતા,
ગેરહાજરીમાં કહેવાય તે ખરું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.