શિવજીના શરણમાં જે આવે.
સંકટ એનાં શિવજી નિવારે.
અંતર આરઝૂ એની સ્વીકારે,
સંકટ એનાં શિવજી નિવારે.
હેત હૈયામાં જે પ્રગટાવે,
ઉરમાં આરત જે કોઈ લાવે,
લાવે નાવ એની શિવ કિનારે...1
પંચાક્ષરે જે મનને પરોવે,
શિવજી એની સામું જોવે.
કૃપા એની હરજી વરસાવે...2
મનચાહ્યું મહાદેવજી આપે,
જન્મો જન્મના પાપોને કાપે.
થાય જગતમાં જે શિવજી ધારે..3
શિવ ભક્તિમાં અશ્રુ વહાવે,
શિવસ્મરણે ઉરને પુલકાવે.
ગદગદ વાણીથી શિવને પોકારે...4
- ચૈતન્ય ચંદુલાલ જોષી. 'દીપક 'પોરબંદર.