ભાવનાત્મક અને ઐતિહાસિક (Emotional & Historical)
૨૮ વર્ષો સુધી જે દીવાલ ભાઈને ભાઈથી અને પરિવારને પરિવારથી અલગ રાખતી હતી, તે એક રાતમાં ધરાશાયી થઈ ગઈ! 🧱💔 નવેમ્બર ૯, ૧૯૮૯ - ઇતિહાસના પાના પર એક યાદગાર દિવસ જ્યારે માનવતાની જીત થઈ. એકતાની આ તાકાત આજે પણ આપણને ઘણું શીખવે છે.
પૂર્વ જર્મની પર લોખંડી શાસન ચલાવતા સામ્યવાદી
પક્ષના નેતા ગન્થર શાબોવ્સ્કીએ ઓચિંતી કરેલી ચોંકાવનારી જાહેરાત મુજબ એ
દેશના નાગરિકોને મધરાતે ૧૨:૦૦ વાગ્યેથી શરૂ કરીને ગમે ત્યારે ગમે તેટલા
સમય માટે અને મન પડે તો કાયમ માટે સરહદ ઓળંગી પશ્ચિમ જર્મની જવાની
છૂટ મળી. નવેમ્બર ૯, ૧૯૮૯ ના એ ઐતિહાસિક દિવસે નાગરિકોને જે પ્રથમ
રિએક્શન આવ્યું તે આનંદનું ન હતું. આશ્ચર્યનું હતું, જેમાં સંશય પણ ભારોભાર
હતો. ચોતરફથી રાજકીય લાચારીમાં ફસાયેલો છતાં જડ સ્વભાવનો ગન્થર શાબોસ્કી મજાક તો નહોતો કરી રહ્યો? કે સાચે જ પરિસ્થિતિ સાથે તેણે સમાધાન
કરી લીધું હતું ? બેઉ પ્રશ્નોના જવાબ મળવા આડે દસેક કલાક બાકી હતા.
વિભાજિત રાખનાર ઐતિહાસિક બર્લિન વૉલ
શાબોવ્સ્કીની જાહેરાત પૂર્વ જર્મનીના નાગરિકોને માનો યા ન માનો જેવી
લાગ્યાનું કારણ તો દેખીતું હતું. બીજું જર્મન શહેર બર્લિનને લગભગ ત્રણ દાયકા સુધી બે ભાગે
વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી ૪૪ વર્ષ
સુધી વિભાજિત જર્મની પૂર્વ અને
પશ્ચિમ એમ બે ભાગે વહેંચાયેલું
રહ્યું હતું. વચ્ચે ૧,૩૪૫
કિલોમીટર લાંબી કાંટાળી
સરહદી વાડ હતી અને
દર થોડા અંતરે સશસ્ત્ર
ચોકિયાતોના નિરીક્ષણ
મિના૨ા હતા. પૂર્વ
જર્મની બાજુએ
જમીનમાં સુરંગો પણ
બિછાવેલી હતી. વાડની
પશ્ચિમ તરફ વસતા
૬,૦૭,૦૦,૦૦૦ લોકો
પૈકી ઘણાનાં સગાંસ્નેહીઓ
વાડની પૂર્વે રહેતા હતા,
જ્યાં વસ્તી લગભગ
૧,૬૭,૦૦,૦૦૦ હતી.
આમ છતાં સાડા ચાર
દસકા સુધી તેઓ એકબીજાનું મોં જોવા
નહોતા પામ્યા. એ કરતાં પણ વિષમ
સ્થિતિ જર્મનીના સૌથી મોટા શહેર
બર્લિનમાં હતી. દેશની જેમ એ શહેર
પણ બે ટુકડે વહેંચાયેલું હતું. પશ્ચિમ
બર્લિન અને પૂર્વ બર્લિન એવા ભાગ પડી
ગયા હતા અને ૧૯૬૧ માં તેમની વચ્ચે
યુદ્ધના ધોરણે બંધાયેલી ૪૨ કિલોમીટર
લાંબી તથા ૪.૬ મીટર (૧૫ ફીટ) ઊંચી
દીવાલે શહેર ઉપરાંત કુટુમ્બોને
વિભાજિત કરી નાખ્યા હતા. એક ભાઇ
પશ્ચિમ બર્લિનમાં વસે, તો બીજો પૂર્વ
બર્લિનમાં--અને કદાચ મૃત્યુ
પર્યંત તેમનો ભેટો થાય નહિ.
દીવાલની બેય તરફના કુલ ૩૩
લાખ બર્લિનવાસીઓ દીવાલને
હંમેશાં ઘૃણાની અને ફિટકારની
નજરે જોતા હતા. રશિયા-
અમેરિકાના ઠંડા વિગ્રહમાં પણ
એ દીવાલ હંમેશા કેન્દ્રના સ્થાને
રહી હતી.
બર્લિન વૉલ કહેવાતી
દીવાલનો વારસો તો જર્મન
પ્રજાને બીજા વિશ્વવિગ્રહે આપ્યો
હતો. પરંતુ એક જબરજસ્ત
ઐતિહાસિક ભૂલ તેના માટે
જવાબદાર હતી અને જનરલ
આઇઝનહોવર નામની એક જ
વ્યક્તિ તે ભૂલ માટે જવાબદાર
હતી. વાત એમ બની કે ૧૯૩૯
પછી હિટલરે ડઝનેક યુરોપી
દેશોને નાઝી એડી નીચે
કચડી નાખ્યા, પણ ત્યાર
બાદ ૧૯૪૫ ની શરૂઆતે
પરાજયનો જે રેલો તેના પગ
તળે આવવા માંડ્યો તે ઘોડાપૂર જેવો
હતો. પશ્ચિમથી જનરલ આઇઝન-
હોવરની જંગી સેના જર્મન સીમાડા
તરફના રસ્તે કૂચ લાવી રહી હતી.
સેનાએ કમાનાકારે વિસ્તૃત
હરોળ રચી હતી, માટે જ્યાં
હુમલો ન થાય તેવો એકેય
સીમાવર્તી વિસ્તાર બાકી
રહ્યો ન હતો. આ સેનામાં
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ
એમ ત્રણ મુખ્ય દેશોના
સૈનિકો હતા.
https://www.facebook.com/share/p/19KyhYBhyK/