કેમ ચાલ્યો જીવ તારો, બાળક કુસુમો ભરખતાં?
કેમ ચાલ્યો જીવ તારો, કળીઓને પણ ખેરવતાં?
લઈને અગનજાળમાં આહુતિ નિર્દોષની દીધી તે,
કેમ ચાલ્યો જીવ તારો, ભૂલકાઓના જીવ લેતાં?
પૂછી જો એના માતા પિતાને કે વેદના શું કહેવાય? કેમ ચાલ્યો જીવ તારો, માતપિતાથી વિખૂટા કરતાં?
નહોતી જોઈને દુનિયા એને અગ્નિદાહ જીવતે જીવ!
કેમ ચાલ્યો જીવ તારો, આવાકાંડ ક્રૂરતાથી સર્જતાં?
ધિક્કાર છે તને અગ્નિ આવી બર્બરતા જે તે આચરી,
કેમ ચાલ્યો જીવ તારો, દરવાજો મોતનો ઉઘાડતા?
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.