વેદના કિસાનોની વાંચીને તું આવને હવે.
મૂકપશુની દશાને જોઈને તું આવને હવે.
નથી દેખાતા ખાલીખમ નદીનાળાં આજે?
દેવ પર્જન્ય રહ્યા મનાવીને તું આવને હવે.
ઠેરઠેર સૂરજ કાળોકેર વર્તાવે અગન ઘટીને,
દશા અવની તણી વિચારીને તું આવને હવે.
મંડાઈ જા ઘટાટોપ ઘન નભોમંડળે ચોમેર,
અમી શાં નીર ભરી લાવીને તું આવને હવે.
ધગધગતી ધરાની યાતના છે વણકહી મેઘ,
આભેથી ઊતરી દે છલકાવીને તું આવને હવે.
પ્રતિક્ષાની છે પરાકાષ્ઠા સહુને અકળાવનારી,
સાંબેલાધારે વારિ વરસાવીને તું આવને હવે.
-ચૈતન્ય જોષી. 'દિપક' પોરબંદર.