Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વર્ગ માત પિતાના ચરણોમાં છે ઉપર નહીં મળે.
સેવાની સુખદ એવી ક્ષણોમાં છે ઉપર નહિ મળે.

કોઈએ મોકલ્યા નથી સમાચાર ગયા પછી ઉપર,
હાજરાહજૂર ના આવરણોમાં છે ઉપર નહીં મળે.

મળી તક તો વધાવી લો ઘરે બેઠા ગંગા છે હાજર, ઋણ ચૂકવવાના એ સ્મરણોમાં છે ઉપર નહીં મળે.

ખુદ ઈશ્વર પણ માતા-પિતાના પ્રેમને ઝંખે સદાકાળ
તીર્થધામ તો આપણા આંગણમાં છે ઉપર નહીં મળે.

રહી જશે વસવસો અગર ચૂકી ગયા આ અવસરને,
માબાપની સાથે અહીં ઈશ્વર પણ છે ઉપર નહીં મળે

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112027521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now