Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકદા હતી ઘરમાં હાંક, એ દિવસો ગયા.
ધ્રૂજતા સૌ આવતાં વાંક, એ દિવસો ગયા.

હતી ચાંપતી નજર કોણ શું કરે છે‌ ઘરમાં,
આવતાં આંખે હવે ઝાંખ, એ દિવસો ગયા.

થાતી ગણતરી ઘરમાં એક મોભી તરીકેની,
સૌ સમજતાં જોઈ આંખ, એ દિવસો ગયા.

અનુમતિ આપણી અનિવાર્ય ગણાતી સદા,
અવસ્થાને ઊગી હવે પાંખ,એ દિવસો ગયા.

સ્થાન આપણું હાંસિયામાં લાગે છે અત્યારે,
પૂરે છે એક પરમેશ જ સાખ, એ દિવસો ગયા.

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112027438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now