વૃક્ષો પાડે આજે સાદ, એને છે માનવથી ફરિયાદ.
એના ચહેરે છે વિષાદ, એને છે માનવથી ફરિયાદ.
માનવ જેવો માનવ થઈને વૃક્ષને કેટલાં એ તો કાપે,
નથી પર્યાવરણ એને યાદ, એને છે માનવથી ફરિયાદ.
પ્રાણ પ્રત્યેકમાં પૂરનારા, અંગારને તો હરનારા અમે,
કરી છે માનવતા એણે બાદ,એને છે માનવથી ફરિયાદ.
ભરીને ઔષધો ભંડાર, કર્યા દૂર માનવના પારાવાર,
ના દેતો એ કોઈને કદી દાદ, એને છે માનવથી ફરિયાદ.
ધરીને હાથ અને કુહાડી, ઉજ્જડ કરી દીધી છે વાડી
વૃક્ષ રક્ષણે ના સેવો પ્રમાદ, એને છે માનવથી ફરિયાદ.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.