આજ અવની આંગણ આવો દરિયાદેવ તમે.
આવીને આંગણું તમે દીપાવો દરિયાદેવ તમે.
બ્રહ્મભોજનનો ઉત્સવ છે આજે અમારે દ્વારે,
વિપ્રરુપ ધરીને તમે તો સોહાવો દરિયાદેવ તમે.
કાળઝાળ ગરમી અહીં ત્રાહીમામ પોકારાવતી,
શીતળતા જળની હવે ફેલાવો દરિયાદેવ તમે.
સૌ માનવહૈયા ઝંખે તમારા આગમનને અવસરે,
દેવ છો તો દેવત્વ સહેજે દર્શાવો દરિયા દેવ તમે.
સ્નેહસભર સત્કાર સાગરદેવ સમારંભને શોભાવો,
કરી ભોજનગ્રહણ પ્રસંગ શણગારો દરિયાદેવ તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.