**શબ્દોનો ગોરખધંધો** (અછાંદસ કાવ્ય)
અહીં જન્મે છે,
અને અહીં જ વિખરાઈ જાય છે...
એક આખો માણસ,
શબ્દોના આ ચકરાવમાં! ખોવાય જાય છે.
કાગળ પર લીટા તાણીને
એણે એક સમાંતર દુનિયા વસાવી હતી,
પણ ખબર જ ના પડી કે ક્યારે,
એ પોતે જ એ દુનિયાનો કેદી બની ગયો.
અર્થ શોધવા નીકળેલો માણસ,
આજે અર્થહીન થઈને ભટકે છે,
એ શબ્દોની રમતમાં...
ખોવાયો છે એક આખો વ્યક્તિ! શબ્દોની રમતમાં.
સામેથી આવતા એ શબ્દો,
મધમાં ઝબોળેલા તીર જેવા હતા.
એણે તો એને 'અમૃત' સમજીને પી લીધા,
અને હૈયું હળવું કરી બેઠો.
વાહ રે વાહ!
કેવો આ મીઠો આલાપ,
જેમાં અટવાઈ ગયો આખો એનો વલોપાત,
ખોટા વખાણના એ રેશમી દોરા,
હવે ગળાનો ફાંસો બની ગયા,
ખબર છે છતાં એને,
કે આ બધું ઝાંઝવાના જળ છે,
એ મીઠા બોલના વમળમાં આવી ને,
બહાર નીકળવાના રસ્તા બંધ કરી ગયા,
અંતે તો.....વ્યક્તિનો
ભીતરનો અવાજ ક્યાંક મૂંગો થઈ ગયો છે,
કારણ કે બહાર,
શબ્દોનો ઘોંઘાટ અને મીઠાશનો ઢોંગ,
વિજેતા બનીને "સ્વયમ્'ભૂ'," પેધી ગયો છે!
રચના:-___અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"