ગઝલ: મારું દર્દ
બધાથી છુપાવ્યું હૃદયમાં, આ મારું દર્દ છે,
જમાનાની નજરો મહીં, લાગતું ન્યારું આ દર્દ છે.
મળી છે મને ભેટ આ, પ્રેમમાં તારા થકી,
રડાવે છતાંયે મને, લાગતું પ્યારું આ દર્દ છે.
નથી જોઈતો કોઈનો, સાથ હવે પીડા મહીં,
ફકત શ્વાસ ને ધબકારનું, સહિયારું આ દર્દ છે.
વહાવ્યા છે મેં આંસુઓ, યાદમાં તારી સતત,
નયનથી વહી જાય જે, બહુ જ ખારું આ દર્દ છે.
ગઝલના રૂપે કાગળો પર મેં ઉતારી દીધું,
બની શબ્દ મહેકી ઊઠ્યું, કેવું આ સારું "સ્વયમ્'ભૂ" દર્દ છે!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"