"એ મુલાકાત યાદ છે"
(મતલા)
મિલનની એ મધુર તારીખ ને પહેલો કરાર યાદ છે,
મને આંખો થકી આપેલો એ મીઠો આવકાર યાદ છે.
(શેર)
વસંતો કેટલીયે આવી ને ચાલી ગઈ આ જીવનમાં,
છતાં પણ એ મુલાકાતની મને સુંદર બહાર યાદ છે.
(શેર)
હતી ક્યાં શબ્દની કોઈ જરૂરત એ રૂડી પળમાં?
ફક્ત એક સ્પર્શથી જાગેલો હૈયાનો ઝંકાર યાદ છે.
(શેર)
બનીને શ્વાસ તું આ દેહમાં એવો તો શ્વસિયો છે,
મને તારા જ પ્રેમનો ચડેલો એ ખુમાર યાદ છે.
(મક્તા)
રહેશે "સ્વયમ્'ભૂ"જીવંત ગઝલમાં આપણો એ લમ્હો હવે,
કર્યો'તો આંખથી જે પ્રેમનો, એ ઇઝહાર યાદ છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"