શીર્ષક: સાદગીની સુગંધ
ફૂલ પર ઝાકળ બિંદુ જેમ મોતી થઈ હસે,
એમ સાદગીની સુગંધ સાચા હ્રદયમાં વસે.
નથી જરૂર કોઈ મોંઘા અત્તર કે શણગારની,
વર્તનમાં હોય નમ્રતા તો મન આપોઆપ ધસે.
જ્યાં નથી હોતો દંભ કે ખોટો દેખાડો જરા,
સત્યના પંથે ચાલનારને કદી ડર ના ડસે.
કાદવ વચ્ચે રહીને પણ કમળ રહે છે કોરું,
એમ દુનિયાની ભીડમાં સજ્જન અલગ થઈ ખસે.
ઈશ્વર પણ મળે છે ત્યાં, જ્યાં નિખાલસતા હોય છે,
"સ્વયમ્'ભૂ" પ્રગટે તેજ, જ્યારે પડદા અહમના ખસે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"