થોડો બદનમાં જોશ રહી ગયો, થોડો મનમાં રોષ રહી ગયો,
આનંદમાં હર્ષ જ નીતર્યો,પણ અધકચરો અફસોસ રહી ગયો
કોઈ તરકટ તીર લાગ્યું નહીં, ચાલાકી ચિતમાં ચિતરાણી નહીં,
કપટના કલર રગળાઈ ગયા, ખાલી પીંછીમાં ફીરદોશ રહી ગયો
આમ તો ખાસ કાંઈ વાત નહોતી, ખાલી ચિલાચાલુ ચર્ચા ચાલી
ઉઠવામા થૈ આળસ,તો ફેલાઈ ગયો, ને જમીનદોસ્ત રહી ગયો
ન અલંકારથી શણગારી એને, ન છંદોના રૂપક માં દીપાવી મેં
અમસ્તી આંખથી ટપકી ગઝલ,તો કહે એમાં શબ્દકોશ રહી ગયો
શિખર ભણી જ ચાલ્યા,'તા, પણ તળેટીમાં કાફલો ભળી ગયો
ખીણની ધારોધાર ચાલ્યા એ,ને ખાઈમાં જ હોશકોશ રહી ગયો
એક કે'વાની વાત અધૂરી રહી,એમાં તો ફરી જનમ લેવો પડ્યો,
કહી ન શકાયું એ કથન,ને ફરી એની વાતોમાં મદહોશ રહી ગયો
આમ મીટ માંડીને વાટ જોવાનું, સૌને નસીબે નથી હોતું જેઠા
જનાજામાં રહી અધખુલ્લી તો,સૌ કહે આંખોમાં દોષ રહીગયો.