આભથી વાતુ કરતો જાય એ આભપરો.
ઝાડવાં જાળવીને હરખાય એ આભપરો.
અવની અને આસમાન બેયથી જેનો નાતો,
પ્રતીક સ્થિરતાનું જે ગણાય એ આભપરો.
અટલ ઊંચાઈએ આજે ઊભો છે અડીખમ,
જ્યાં સાધુસંતનાપગલાં થાય એ આભપરો.
જગતની સાધના જાણે કે કેન્દ્રિત કરીને બેઠો,
સ્થિરતા એની આજે વખણાય એ આભપરો.
સંત ત્રિકમરાયનું આસન પામી ગૌરવ લેનારો,
યોગ,તપ,જપ એના વાયરે વાય એ આભપરો.
અદભુત ઈતિહાસ એનો આજેય ગૌરવવંતો,
સંદેશો ધરાનો આભને દેતો જાય એ આભપરો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.