શિર્ષક: "શ્રી પાળેશ્વર દાદાના સાનિધ્યમાં"
[મતલા]
મચ્છુ નદીના નીર ને પાવન આ ઘાટ પર,
શ્રદ્ધા હમેશાં જાગતી ભક્તિની વાટ પર.
[શેર]
ચંદાની શીતળ જ્યોત છે શિવના લલાટ પર,
શાંતિ મળી છે કાયમી મનના ઉચાટ પર.
[શેર]
વનાળીયાની ભૂમિ ને શિવનું છે સાનિધ્ય,
ઈશ્વર રમે છે દાવ ક્યાં જીવનની ચોપાટ પર?
[શેર]
પાળેશ્વરના નામથી સંકટ બધા ટળે,
આસ્થા અડીખમ હોય જો સત્યના પાઠ પર.
[મક્તા]
હે 'જીવ'! તું પાળેશ્વર શરણે જઈને બેસ,
મળશે તને મુક્તિ ત્યાં "સ્વયમ્'ભૂ" શિવના વિરાટ પર.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"