ચલ ને!..ભાગી જઈએ - ✍️
ચલ ને!..ભાગી જઈએ,
દુનિયાની પરવા કર્યા વિના,
એકબીજામાં સમાઇ જઈએ,
જૂના રિવાજોથી કોને ખુશી મળી છે??
પ્રેમમાં નવી ક્રાંતિ લાવીને,
પોતાની ખુશી છીનવી લઈએ,
ચલ ને!..ભાગી જઈએ..
ઈશ્વરને માનનારા પ્રેમ ને નકારે છે,
જીવંત ફૂલ ને તોડીને માનવરૂપી મૂર્તિને પધરાવે છે,
સમાજની આવી દુર્દશાને છોડીને,
એક નવી દિશામાં પ્રયાણ કરીએ,
ચલ ને!..ભાગી જઈએ..
માત-પિતાના આશીર્વાદને અવગણીને,
ખુદની ગેર સમજણ પ્રદર્શિત કરીએ,
પરિવારના સંબંધોને તોડીને,
લગ્નના બંધનમાં બંધાઈએ,
ચલ ને!..ભાગી જઈએ..
ઠોકર વાગતા મા યાદ આવે છે,
મુશ્કેલી આવતા બાપનો સહારો યાદ આવે છે,
આવા પરિવાર ને છોડીને,
આપણે શા માટે એક થઈએ??
ચલ ને!.. આપણે સમજી જઈએ...
'ચલ ને!...ભાગી જઈએ' થી લઈને
'ચલ ને!..સમજી જઈએ' સુધીની સફર
એટલે પ્રેમ