વિષય:"ભીડમાં ભીંસાતું મોરબી"
શીર્ષક: હવે શ્વાસ રુંધાય છે.
નળિયા ને ઘડિયાળની જેની જગતમાં શાન છે,
પણ જુઓ આજ મોરબી ટ્રાફિકથી પરેશાન છે.
વસ્તી વધી ને વાહનોની લાઈનો પણ વધી ગઈ,
વિકાસના આ વેગમાં રસ્તા હવે વેરાન છે.
એક ગાડીમાં બેસી એકલો માણસ ફરે અહીં,
ખોટી છે એ જીદ, ને ખોટું મોટું અભિમાન છે.
જો સહિયારી સવારીની સમજણ કેળવી શકો,
તો ઈંધણ બચે, સમય બચે, એમાં જ કલ્યાણ છે.
સાંકડી ગલીઓમાં વિકાસ ક્યાં જઈને શોધવો?
ભીડમાં ભીંસાતું શહેર, જાણે અટકેલા પ્રાણ છે.
આવો મળીને સૌ કરીએ પહેલ "સ્વયમ’ભુ’"પરિવર્તનની,
તો જ રહેશે સચવાઈ જે 'સિરામિક'ની આન છે.
અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)