💔 અધૂરો પ્રેમ
તું મળી હતી એ પળ, આજે પણ યાદ છે,
પણ એ પછીનું મૌન, દિલની ફરી યાદ છે.
તારું સ્મિત હતું મારી દુનિયાનું પ્રકાશ,
હવે એ જ ચહેરો યાદ આવે છે ઉદાસ.
હું શબ્દોમાં કહેવા ગયો તો આંસુ બોલી પડ્યા,
તારા વિના આ ધડકન પણ અર્ધી થઈ પડ્યા.
તું ગઈ ને ખાલીપો છોડી ગઈ એ આંખોમાં,
પણ પ્રેમ તો હજી જીવે છે એ યાદોમાં.
કદાચ તું પાછી નહીં આવેશ… એ સમજું છું હું,
પણ તને ભૂલી જાઉં એ પણ ખોટું છે, જાણું છું હું. 💔
– કૌશિક દવે ✍️