શીર્ષક: હું શું કહું કે
લેખિકા: Komal Mehta
હું શું કહું કે
જીવનનો આનંદ અનોખો છે,
ના તો કઈ જોવાય છે વધારે,
ના તો કઈ ખૂટે છે ક્યાંય,
ના તો કઈ છલકાય છે અતિશય.
હું શું કહું કે,
જીવનમાં જે જોવી આંતરિક શાંતિ,
એ મને મળી ગઈ છે સહજ રીતે.
મનને નથી હવે કોઈ આકાંક્ષા,
જે છે એમાં જ સંતોષની ખુશી છે.
હું શું કહું કે,
જીવનમાં કઈ ઝંખતું નથી,
જીવનમાં કઈ ખટકતું નથી.
કેમ કે, મનને ખાલી કરી દઉં છું
દર રાતે — સૂતા પહેલા. 🌙