હું શું છું?
હું શું છું?
સાવ સાધારણ માણસ,
જેટલો હું મન ખોલીને ખુશ રહી શકું,
એટલો જ હું મન મૂકી આંસુ વહાવી શકું.
હું શું છું?
સાવ સાધારણ માણસ,
જીવનમાં મળતી દરેક ખુશીઓને વધાવી લઉં,
અને ત્રાસ આપતી દરેક વસ્તુને ત્યાગી દઉં.
હું શું છું?
સાવ સાધારણ માણસ,
જેને અમીરી-ગરીબીનો ભેદ ન દેખાય,
સૌ તરફ નમ્રતાનો ભાવ રાખે,
જે સૌને પ્રેમથી મળે,
અને ઝડપથી માફી આપે.
હું શું છું?
સાવ સાધારણ માણસ,
જે જીવનને માને આજના સમયમાં,
કારણ કે સમય વીતી જાય પછી
કંઈ જ હાથમાં રહેતું નથી.
હું શું છું?
સાધારણ લાગું,
પણ અંદરથી અનંત શક્તિશાળી –
જેથી મારી અખંડિત આત્મા
પ્રતિબંધો તોડી આગળ વધે.