શીર્ષક: “છોડી દે ને પોતાને” – Komal Mehta
છોડી દે ને એ જે તારું નથી,
અને જો એ હશે માત્ર તારું — તો આવશે પાછું.
બાંધીને ક્યાં રાખી શકાય લાગણીને?
એનું કામ તો વહેવું — રેડીને, બહાવી દે એ લાગણીને.
છોડી દે એ બધું, જે તારા હાથમાં નથી,
વ્યક્તિ વિશેષને પામવા શીદ ને ખોવી ન દે પોતાને.
થોડું પામી લે પોતાને,
આ જગતમાં — કોઈ પણ નથી તારો,
કે આ જગતમાં — કોઈ પણ નથી તારો.
અમથે અમથો તું ફરે,
પ્રેમની માયાજાળમાં,
એવું શું કરું કે નીકળી જવાય આ સંસારના જળમાંથી?