વિષય: સક્ષમ નારી
હાથમાં મારા કોઈ શસ્ત્ર નથી,
પણ મારું જ્ઞાન એ જ મારું શસ્ત્ર છે.
હું આજની સક્ષમ નારી.
તમે નક્કી નહીં કરો મારી ક્ષમતા,
કારણ કે મારા સિવાય કોઈ નહીં જાણી શકે મને અનંત સુધી.
હું જ્યાં મહેનત કરીશ, સફળતા મારા પગલાંમાં આવશે,
કારણ કે મને છે વિશ્વાસ – પોતાની ઉપર.
હું આજની સક્ષમ નારી.
મારો અવાજ મારી ઓળખ છે,
મારી હિંમત મારી ઢાલ છે.
જ્યાં દુનિયા દીવાલો ઉભી કરે છે,
હું ત્યાં રસ્તા બનાવું છું.
હું આજની સક્ષમ નારી.
આગળ વધવું મારા માટે
મારા જીવનને જીવવાનો પર્યાય છે,
મને રોકી શકે એ વહેણ
હજી સુધી જોયું નથી.
હું આજની સક્ષમ નારી.
હું પડકારોમાં ખીલી ઉઠું છું,
અંધકારમાં પ્રકાશ શોધું છું,
ભયની બારીઓ તોડીને
હું મારો આકાશ બનાવું છું.
હું આજની સક્ષમ નારી.