હું સતત કોશિશ કરી રહી છું…
તને છોડી દઉં…
ખામોશી સાથે,
ખુદને પૂછતી રહી છું—તને સાચમાં છોડી દઉં…
પણ એ છોડી શકાય કે, જેને ક્યારેક બંધનથી જોડ્યું હોય?
કોઇ સબંધ એવો,
જ્યાં ન બંધન હોય,
ન મોહ…
હા, આ એ સબંધ છે,
જ્યાં લાગણી નિસ્વાર્થ હોય,
જ્યાં દિલ શાંત અને સ્વતંત્ર હોય…