ઊંડાણ 🌊
ગોતાખોર જ્યારે દરિયામાં ઊંડે ડૂબે,
ત્યારે એને મળે મોતી.
અને જ્યારે તું ઊતરીશ તારા અંતરમનના ઊંડાણ સુધી,
ત્યારે જ મળશે તને જીવનનો સાચો હેતુ!
તું કહે છે—"હું ખાસ છું"...
ના! એ તારો ભ્રમ છે!
ખાસ તો છે તારો સમય,
જેને તું હજી ઓળખ્યો નથી!
તને લાગ્યું—તું કરે ત્યારે બધું થશે…
પણ યાદ રાખ,
શ્વાસ પણ ચાલે છે ભગવાનની મરજીથી!
આળસ તારા અંદર છે,
નિષ્ફળતા માટે દોષ બીજાને આપવાની આદત તારી છે.
પણ સાંભળ…
જ્યારે તું કરશે તનતોડ મહેનત,
ત્યારે જ સમજશે—
કે મહેનતનું ફળ કેટલું મીઠું હોય છે!
કમી તારા અંદર છે…
કમી તારી મહેનતમાં છે,
કમી તારા વિચારોમાં છે, તારી દૃષ્ટિમાં છે!
જાગ! હા, જાગ!
હજુ સમય હાથમાં છે.
કર તનતોડ મહેનત,
તું પણ જીતીશ જીવનની આ સ્પર્ધામાં!
થોડી મોડી મળે તો પણ—
જીત તો તારી જ થશે.
પણ યાદ રાખ…
જીવન ફક્ત દોડવાનું નથી,
એને માણવાનું પણ છે.
સતત મહેનત વચ્ચે
થોડો આરામ પણ જરૂરી છે.