તું માને કે ના માને તારા વિના દિવસ કાઢવો સહેલો નથી ,
તું માને કે ના માને દુઃખ હોવા છતાય હસવું સહેલું નથી …
Unblock હોવા છતાંય તારું ને મારું ચુપ રહેવું સહેલું નથી ,
છૂટા ના થઈને પણ છૂટા રહેવું સહેલું નથી …
વાતો બંધ થયા પછી ખુશ રહેવું સહેલું નથી ,
કોઈની યાદોમાં ખોવાઈ જવું પણ સહેલું નથી …
તારું ને મારું એક થયા પછી પણ એક થવું સહેલું નથી ,
નસીબનું લખેલું બદલવું એ પણ સહેલું નથી ….
રાત્રે એકબીજાને યાદ કરીને ખુશ થવું પણ સહેલું નથી ,
બધાને ખબર પડી જાય તો પણ એક થવું સહેલું નથી…