જીવન જીવાયી રહ્યું છે! કે ફક્ત સમય કાપી રહી છું! જીવન માં રહેતો આનંદ, જીવન જીવવાની એષણા ક્યાં ખોવાઈ ગઈ! રોજ એજ ઘરેડ માં ઉઠું છું, દિવસ પસાર કરું છું, હસું છું પણ કંઈક છે જે મુરજાઈ ગયું છે, મરી ગયું છે. ક્યારેય લાગે કે ખુશ છું અને ક્યારેય અચાનક એમ થઇ જાય કે એટલા અનંત અંધકાર માં ડૂબી ગઈ છું કે ક્યાંય કોઈ આશા ની કિરણ નથી!