સરસ વિકેન્ડ આવ્યો છે. સરસ મજાનો માહોલ છે. તો થઈ જાઓ તરબોળ ' નિજ 'ની હાસ્ય વર્ષામાં...
' અરે, જરા સાંભળને?'
' બોલો. '
' મોબાઈલ ચાર્જિંગ સો ટકા થઈ ગયું હોય બંધ કરી દે ને જરા, પ્લીઝ.'
' જાતે કરી લો.'
' અરે ડાર્લિંગ, ચાર્જિંગ કેબલ કાઢી લે, નહીં તો પાવર ઊભરાઈ જશે. આપણી ટાઈલ્સો બગડી જશે.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' અરે બેટા, રિમોટ નથી મળતું, ક્યાં મૂક્યું છે?'
' બાજુમાં તો પપ્પા બેઠા છે.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' કયું ફ્રૂટ ખાય છે.?
' ચાઈનીઝ ડ્રેગન.' (હા, ખબર છે કે હવે કમલમ તરીકે ઓળખાય છે. આ તો જસ્ટ...)
' દાંત ને પેઢા બધું બરાબર છે ને?'
' કેમ?'
' જોઈને ખાજે, ચીનાઓ ગમે ત્યાં સ્પાય કેમેરા ઘુસાડી દે છે.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' આપ કે પાઉં દેખે, બહુત ખરાબ હૈ, ઈન્હે ઝમીન પર ઉતારીયેગા... વૈસે હી ખરાબ હો ગયે હૈ...' એક્સપાયરી ડેટવાળા પાઉં જોઈ આપણો મનુ પાકીઝા ફિલ્મનો પ્રસિદ્ધ ડાયલોગ બેકરીવાળાને ફટકારે છે.
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
' તું જ્યારે પણ માસીસાસુને ત્યાં જાય છે ત્યાર પછી તારું પેટ કેમ બટાકાવડા જેવું થઈ જાય છે?'
' એમાં એવું છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ એમના ઘરે ગયો હતો ત્યારે મારી ઘરવાળીથી બોલાઈ ગયું હતું કે આમને બટાકાવડા બહુ ભાવે. ત્યારથી જ્યારે પણ જાઉં ત્યારે જમવામાં બટાકાવડા હોય હોય ને હોય જ.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
આપણો મનુ સોની પાસે ઓર્ડર આપેલી વીંટી લેવા ગયો. પહેલી આંગળીએ ચડાવી તો ના આવી, બીજી આંગળી પર પણ ના આવી. અંગુઠા સિવાયની આંગળીઓ પર વીંટી ચડી જ ન શકી.
મનુ સોની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
' ઓ ભાઈ, મારી સામું ના જો , માપ તો બરાબર જ છે જો આ ચીઠ્ઠી, પણ તું સાચું બોલ. તારી ઘરવાળીએ તને વેલણ મારેલું ને?'
ને મનુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
બાબાને સાત મહિના પૂરા થયાં. ફેમિલીએ અન્નપ્રાશનના કાર્યક્રમનું આયોજન કર્યું. નક્કી એવું કર્યું કે બધાંએ નાનામાં નાના ચમચીથી બાબાને ખવડાવવાનું.
એકદમ નાની ચાંદીની ચમચી આવી ગઈ. એક વાડકીમાં જીરું, સાકર, સિંધવ, મધ, ફળનો પલ્પ વગેરેનું મિશ્રણ કરી દીધું.
પહેલાં દાદીએ ચમચીમાં થોડું મિશ્રણ લીધું ને બાબાને પાઈ દીધું. બાબો ખુશ ખુશ થઈ ગયો. પછી દાદાએ, મમ્મીએ, પપ્પાએ બધાએ પાયું.
બાબો હવે કંટાળ્યો એવું લાગ્યું. છેલ્લે મારો વારો આવ્યો. મેં ચમચીમાં મિશ્રણ ભર્યું. એની તરફ હાથ લંબાવ્યો. એનુ મોંઢુ ખોલ્યું ને એકદમ જ બાબો જોરથી બરાડ્યો.
' બસ કરો હવે, મારું પેટ છે, પટારો નથી.મારે તમારા લોકોની જેમ જાડિયા નથી થવાનું.'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
જતીન ભટ્ટ ' નિજ '