શબ્દો વગરની વાત સમજાવતી હોય છે,
આંખો પણ ઘણું બધું કહેતી હોય છે.
વસે છે આકાશ સપનાનું આંખો માં,
વાદળો વરસી છે તે આકાશ માં.
કહેવા જેવું બધું અધૂરું રહી જાય,
પણ આંખો નું મૌન બધું જ કહી જાય.
છુપાવી લે ભલે માણસ બધું જ,
પણ આંખો બધું ઉજાગર કરતી હોય છે.
કદી હસાવી જાય,કદી રડાવી જાય,
આંખો પણ કેટલું બધું કહી જાય.
શબ્દો તો ઘણી વાર ભ્રમ આપી જાય,
પણ આંખો તો હંમેશા સત્ય જ કહી જાય.
જેમ દિલ શાંત થઈ જાય છે બોલતાં-બોલતાં,
તેમ આંખો સુકાઈ જાય છે રડતાં-રડતાં.....!
-Nimisha vaghela