ઉરથી અંકુરિત થતી નવજાત કવિતા.
જાણે કે અંતરની કહેતી વાત કવિતા.
સરિતાવત્ જાય એ સતત વહેતી કેવી,
રખેને ઈશ્વરની હશે એ સોગાત કવિતા.
ગેયતા સંગાથે વેલ સમી એ વધનારી,
સાહિત્યની કોઈ અનેરી એ ભાત કવિતા.
ઊછળકૂદ કરતી ગાતી હરખાતી સુંદર,
હશે કરી એણે ઈશ્વરની મુલાકાત કવિતા.
પ્રેરણા ઈશતણી શબ્દ થૈને પાંગરનારી ,
કોઈ કદરદાન કરશે આત્મસાત કવિતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.