Quotes by Tru... in Bitesapp read free

Tru...

Tru... Matrubharti Verified

@truptirami4589
(228)

બધું પસાર થઈ ગયું એક રાત ની જેમ...
એ ક્ષણ પણ જીરવાય ગઈ એક વાત ની જેમ....

આ માહોલ વીતી ગયા પછી નું ડહાપણ હતું...
કે સમજદારી વધતી ગઈ ચાંદ ની જેમ....

યાદ રાખવા એ વાતો કંઈ મહત્વની નહોતી...
છતાં હૃદયમાં જાડાઈ ગઈ એક ટાંક ની જેમ...

ભૂતકાળ બની ગઈ બધી સંભાવનાઓ..
છતાં વર્તમાનમાં ઘૂંટાઈ રહી આજ ની જેમ...

આનંદ પણ નહોતો કે વસવસો પણ નહોતો...
કે આ લાગણીઓ પણ છેતરાઈ ગઈ હૃદયની જેમ...

Read More

પ્રયત્ન હોય તો પરિસ્થિતિ ની પકડ કેટલી?
આપની ઢીલાશ અને એની અકડ એટલી....

નદી ના વહેણમાં આવતા પાષાણ ની જકડ કેટલી?
જેટલી નમ્રતા,એટલી ક્યાંક પહોંચવાની શક્યતા એટલી...

થકવી નાખતી,અટકાવી નાખતી વાતો ની અસર કેટલી?
યાદો માં છેલ્લે ગોઠવાઈને પડી રહેતી બસ નોંધ એટલી...

કોઈક ના શબ્દોની આ હૃદય પર ઝપટ કેટલી...
ઉઠતા સ્પંદનો ને કલ્પનાઓમાં ઝુમાવે એટલી...

સફળતા ની વ્યાખ્યાઓની સ્ત્યતા કેટલી?
કેડી થકી મંઝિલે પહોંચી ને વિસામો લે એટલી....

Read More

તમારું નક્કી જોડાણ મારા શ્વાસ સાથે લાગે છે...
દરેક શ્વાસની સાથે મારા અંતરમાં પ્રસરવા લાગો છો....

તમારું નક્કી જોડાણ મારા મન સાથે પણ લાગે છે...
દરેક વિચાર સાથે વિસ્તરી જવા લાગો છો...

તમારું નક્કી જોડાણ મારા હૃદય સાથે પણ લાગે છે...
દરેક ધબકાર સાથે જીવન જેવા લાગો છો...

તમારું નક્કી જોડાણ મારા અસ્તિત્વ સાથે પણ લાગે છે..
દરેક વખતે મારા કરતાં પણ વધારે મારા લાગો છો...

તમારું નક્કી જોડાણ મારી આત્મા સાથે તો લાગે જ છે...
દરેક જન્મો થી મારા પ્રેમને વધુ નિર્મલ બનાવતા લાગો છો...

Read More

તારી ને મારી વાત જ કઈક અલગ છે...
હૃદયના લાગણીઓની ભાત જ કઈક અલગ છે...

બગીચાની હારબંધ ક્યારી માં થોડી બહાર નીકળી આવેલ ઓલી ડાળખી ની જેમ...
તારી ને મારી રાહ જ કઈક અલગ છે....

આંખોમાં ઉભરાતા પેલા અદ્ર્શ્ય સાગરના ઘુઘવાતા મૌનની જેમ....
તારી ને મારી અભિવ્યક્તિ જ કઈક અલગ છે....

આકાશની વિશાળતમાં વારંવાર ડોકિયું કરતાં પેલા ખલીપણાની જેમ....
તારી અને મારી એકલતા જ કઈક અલગ છે....

એકસાથે ઝૂરતા પેલા આભ ધરતીની જેમ...
તારો ને મારો સાથ જ કઈક અલગ છે...

Read More

પોતાની મરજી થી છોડી શકાતું હોત તો ફિકર જ ક્યાં હતી...
ગમે તે ક્ષણે અપનાવી શકાતું હોત તો ફિકર જ ક્યાં હતી...

કોઈ રસ્તાઓ એટલા પણ પોતાના નથી હોતા કે સાથે ચલાવી શકાય...
બસ મંઝિલ પોતાની આખરી બનાવી શકાતી હોત તો ફિકર જ ક્યાં હતી...

મન તો વમળ કરતાં પણ આકરું, ચગડોળે ચડી જાય છે...
આ હૃદય નો અવાજ જો,સ્પષ્ટ આવી શકતો હોત તો ફિકર જ ક્યાં હતી...

બધું ભૂલી ક્ષણમાં જીવવાના પ્રયત્નો ઘણીવાર કરી જોયા..
પણ આ ક્ષણ વર્તમાનમાં થોડીવાર અટકતી હોત તો ફિકર જ ક્યાં હતી...

કઠપૂતળી છીએ કે અભિનેતા પોતાના જીવનમાં અસંજસમાં છીએ....
બસ આ વાર્તા બદલાવી શકાતી હોત તો ફિકર જ ક્યાં હતી...

ભગવાન સર્વવ્યાપી છે એમ ખાલી શબ્દો જ સમજાવી જાય છે...
કોઈ દિવસ આપણાં માં પણ સર્વવ્યાપી મળી જાત તો ફિકર જ ક્યાં હતી ...

Read More

બદલાઈ નથી જતા બદલાવું પડે છે....
સમયની સાથે ઘણીવાર ઘસડાવું પડે છે....

હોય જો માપસરનું તો ક્યાં કંઈ કસોટી છે...
ક્ષમતા બહાર નું આવે ત્યાં ઝંપલાવું પડે છે...

સ્વીકાર કરી શકાય એવી ક્ષણો જીવનમાં બધી નથી હોતી...
ઘણી અણગમતી ક્ષણોને પણ સરપાવું પડે છે....

બાકી પરિવર્તન પ્રકૃતિનું અવિરત પ્રવાહિત થાય છે....
જેમાં વગર પ્રયાસે સૌને સપડાવવું પડે છે....

દર બીજી ક્ષણે પહેલાના હું ને પણ નથી મળી શકતા...
અહંકારના પહેરવેશ ને જ બિરદાવવું પડે છે...

જન્મ હોય છે ઉત્સવ જિંદગીના પડાવમાં ....
મૃત્યુને તો ઉત્સવ કર્મથી બનાવવું પડે છે....

Read More

સવાલો એ જવાબોની ગેરહાજરી માત્ર છે...
મનમાં ચાલતા અવઢવનો ચિતાર માત્ર છે...

જવાબ તો હૃદયમાં ક્યાંક ઊંડે વર્તાતો જ હોય છે...
આતો આણધર્યું કંઇક મળે એનો વિચાર માત્ર છે....

કોઈક છે પાસે નજીકનું? જવાબ આપવા માટે...
પોતાને સાંત્વના આપવાનો વિચાર માત્ર છે...

સત્ય આમ ક્યાં ખુલ્લું કે બંધ જોવા મળે...
આતો કંઇક સ્વીકારવાનો કે તરછોડવાનો પ્રયાસ માત્ર છે...

કોઈ નથી નાસમજ પોતાના સ્વપણાની અંદર...
આતો બીજા ને સમજાવી શકવાનો અહમ માત્ર છે...

Read More

https://www.matrubharti.com/book/19964338/kavy-ane-gazal-sangrah-8

hiii read and like.....
Have a nice day....

અહેસાસ,લાગણીઓ,લગાવ,ઉમળકો બધું જ દરેક વખત ની જેમ જ આંદોલિત કરે છે.આનંદિત કરે છે જ્યારે જ્યારે તમને જોવું છું.
વધુ જોવાની,વાત કરવાની,સ્પર્શવાની ઘણી કલ્પનાઓ મૃગજળની જેમ સ્પંદિત કરે મારા મન ને.
હા ખાલી પહેલા ની જેમ થોડું વ્યક્ત નથી કરી શકાતું.
તમારા આસપાસ તમે ઊભા કરેલ આડાશ ની અંદર અવગણના કરીને,વહી નથી શકાતું...
બાકી તો હજુ એજ અહેસાસ .................
..............આનંદિત કરે છે.કઈક તો છે જે અવગણી નથી શકાતું.....
- Tru...

Read More