એવી તો કોઈ વાત ના હતી કે કહી ના શકાય...
એવી તે કોઈ યાદ ના હતી કે વાગોળી ના શકાય...
છતાં આ મૌનની હાજરી,શબ્દો ને ગુચવે કેમ?...
તારી આંખોમાં મારી હાજરીને દેખાય એમ સંતાડે કેમ?....
દિલ ના ઊભરા કોઈ ભાર વગર ઠાલવ્યા છે...
લાગણીઓના ઝરણાં કોઈ આડ વિના વહાવ્યા છે....
છતાં આ હદ વગરની સરહદ તારા વર્તનમાં ઝળકે કેમ?...
ને આજે પણ તારું હૃદય મને જોઈ ને બમણાં વેગે ધડકે કેમ?...
નાટક નહોતું કે પડદો પડી જાય ને વાર્તા પૂરી...
જિંદગી છે ત્યાં સુઘી યાદોની પટારી ખુલ્લી...
છતાં કોઈ યાદને યાદ કરીને તરછોડાય કેમ?....
વાત કર્યા વગર સબંધની ઊંડાઈ મુલવાય કેમ?...