દિકરી ના ઘરે આવી મા હસતા મોઢે
સૌને ખબર અંતર પૂછયા હસતા મોઢે
જમાઈને કેમ છો પૂછયું હસતાં મોઢે
વેવાણને સારું છે પૂછયું હસતા મોઢે
દોહિત્ર દોહિત્રિ ને વહાલ કર્યું હસતા મોઢે
દિકરી સાથે જૂની વાતો યાદ કરી હસતા મોઢે
સૌને પ્રેમથી મળી વિદાય થઈ હસતા મોઢે
મા ના ગયા પછી દિકરી રડી ચોધાર આંસુએ
ભાઈએ તરછોડેલી મા હજી મારાથી છુપાવે
એના હસતા મોઢા પાછળ પીડા દેખાઈ મને
પણ જો કમનસીબી મારી કે પ્રથા સમાજની
લાખ મારું મન ચાહે તો પણ
નથી રાખી શક્તી હું એને મારી સંગાથે.
- Mir