આવતી હતી વર્ષમાં એક જ એ અજવાળી રાત
મનભરીને ડર્યા વિના તને જોવાની એ એક રાત
પલક ઝપકાવ્યા વિના તને જોતી હું આખી રાત
કહેતી ભગવાનને ક્યારેય ન પૂરી થાય એ રાત
કંઈ કેટલાયે વર્ષો આવી હતી એ ખુશીની રાત
પણ આઘાતજનક બની ગઈ એવી એક રાત
તને દૂર કરી ગઈ મારાથી એવી જ એક રાત
આજે પણ વર્ષમાં એકવાર આવે તો છે એ રાત
હવે, તને જોયા વિના પૂરી થઈ જાય છે એ રાત.
- Mir