જન્મ લઈએ દુનિયામાં ને માતાપિતા કહે
તું ભગવાને આપેલ અમૂલ્ય ગિફ્ટ છો
દિવસો જતાં સગાંવહાલાં પણ આપે
કોઈ ને કોઈ ગિફ્ટ આપણને
થોડું સમજતાં થઈએ ને આપણે માંગીએ
બધા પાસે જન્મ દિવસ ની ગિફ્ટ
જેમ મોટા થઈએ તેમ આપણે પણ
કોઈને ને કોઈને આપીએ છે ગિફ્ટ
કોઈને ગમશે કે ન ગમશે એ તો વિચારીએ નહીં
બસ આપણને ગમે તે આપીએ ગિફ્ટ
જરા શાંતિથી વિચારવાનો સમય છે
આપણે એકબીજાને આપીએ છે ગિફ્ટ
પણ, સમાજ ને કે દેશને શું આપી છે ગિફ્ટ ?
પડતા ને ઊભા થવામાં મદદ કરો, ને
આપો ગિફ્ટ એવી કે સમાજ આગળ આવે
ધર્મના નામે ફેલાતી નફરત રોકો, ને
એકતાની અતૂટ ગિફ્ટ આપો દેશને.