Gujarati Quote in Quotes by Hardik Boricha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

®


જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા,
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને શાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

Good morning 🌅

Gujarati Quotes by Hardik Boricha : 111972232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now