મારું ના તારું
અહિયાં તું ના કર મારું તારુ.
જેવું છે તેવું પ્રભુજીએ આપ્યું છે મને.
એનો સ્વીકાર કરીને જીવવું છે આજે.
અહિયા કશું જ નથી મારુ કે તારુ.
પ્રભુજીએ સૌને આપ્યું છે બહું જ સારુ.
માનવી તું ના કર મારુ કે તારું.
કર્મ કરશે જે સારુ તેને હું હારુ.
માટે સારું કર્યું હશે તો થઈ જશે સારુ.
નહિતર આ જગત લાગશે ખારુ.
માનવી તું ના કર મારુ કે તારું.
માનવી જીવન જીવી લે તું ખુબ જ સારુ.
નથી મળતું સુખ-દુ:ખ જીવનમાં એકધારુ.
'મહાસુખ' ત્યારે મળે. કર્મ કરે જો તું સારુ.