Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુંભવેલ

એપ્રિલ ૧૩, ૧૭૭૨ની તારીખે વૉરેન હેસ્ટિંગ્સ સમગ્ર
બંગાળ પર આપખુદ હકૂમત જમાવવા ભારત આવ્યો તેને
પ્રથમ આફત ગણો તો બીજી આફત તેની પત્ની લેડી હેસ્ટિંગ્સ
હતી. એક કુદરતી ઉપદ્રવનો પથારો આખા ભારત પર તેના હસ્તે થવાનો હતો. આ મહિલા પોતાની સાથે આછા જાંબલી એટલે કે લવન્ડર ફૂલોનો એવો છોડ લેતી આવી કે જે સ્પિસિસના છોડ ભારતમાં થતા ન હતા.
લેડી હેસ્ટિંગ્સે કેટલાક દિવસ માટે છોડ ફૂલદાનીમાં
રાખ્યો. સૂર્યપ્રકાશના અભાવે પાંદડાં ફિક્કાં પડવા માંડ્યાં
ત્યારે એ છોડ તેણે બંગલાની પછવાડેના કૃત્રિમ જળાશયમાં
નાખી દીધો. અજાણતા બહુ મોટો અનર્થ સર્જી બેઠી, જેનાં
અનેક માઠાં રિઝલ્ટ આજે ભારતભરમાં જોવા મળે છે.
લેડી હેસ્ટિંગ્સે અઢીસો વર્ષ પહેલાં કરેલી નાનીશી ભૂલ આજે બહુ મોટી કિંમત વસૂલ કરી રહી છે અને ચૂકવણું વર્ષોવર્ષ કરવાનું થાય છે.
https://www.facebook.com/share/p/1EKr9HT413/

Gujarati Microfiction by Gautam Patel : 111972019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now