વીસ વર્ષ પછી
આ સોશિયલ મિડિયાના યુગમાં
તમે મને ક્યાંક દેખાયા કોઈ એપમાં
વિશ્વાસ તો ન થયો કે એ તમે છો
ને એટલે જરા ખાતરી કરવાનું મન થયું
બે ચાર સવાલના જવાબો તમે આપ્યા
અને મને ઘણા વર્ષે તમે મળી ગયા
ના પહેલાં પ્રેમનો એેકરાર કર્યો હતો
ના અત્યારે કરવાની હિંમત કરીશ
ત્યારે તમારી ના સાંભળવાની હિંમત ન હતી
અત્યારે તમારી હા સાંભળવાની તાકાત નથી
હા, હું ખુશ છું તમારી સાથે મેસેજથી વાત કરીને
ખુશ છું તમે ખુશ છો તમારી જીંદગીમાં એ જાણીને
આપણે પ્રેમી પંખીડા કેમ કહેવાઈએ
જ્યારે મને તો એ પણ ખબર નથી
કે તમે મને પ્રેમ કર્યો હતો ખરો ?
પણ મેં તો કર્યો હતો પ્રેમ તમને
ફક્ત તમને જીંદગીભર બસ તમને .